- મીનાક્ષી ઠાકર
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાતનાં તીર્થધામો માંથી)
યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થધામ છે. ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરમાં રામનું મંદિર છે. કારણ કે જલારામ બાપા નાનપણથી રામના નામના પ્રેમી હતા. જલારામ બાપાની ઇચ્છાનુસાર અહીં સદાવ્રત ચાલે છે અને બારે માસ યાત્રાળુઓની ભીડ રહે છે. જલારામ બાપાના નામે ચાલતા ટ્રસ્ટ તરફથી શિક્ષણના વિકાસની પ્રવૃત્તિઓ ચાલે છે. સંસ્કૃત ભાષાની ઉન્નતિ માટે શિષ્યવૃત્તિ આપાય છે.
બાળક જલારામનો જન્મ સંવત 1856ના કારતક સુદ સાતમને સોમવારે તારીખ 4-11-1799ના રોજ વીરપુરમાં થયો હતો. જલારામના પિતા વેપારી હતા. ખપ પૂરતું ભણાવવા જલારામને ગામઠી નિશાળમાં ભણવા મૂક્યા હતા. પરંતુ જલારામનું મન ભણવા કરતાં સાધુ સંતો તરફ વધારે ઢળેલું હતું. પોતાની હાટ ઉપરથી જલારામ સાધુ સંતોને દાળ, ચોખા, કે લોટ ગોળનું પોટલું આપી દેતા. પરણ્યા છતાં તેમનું મન સંસારમાં રહ્યું ન હતું. આથી જ એકાએક તેમના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો અને ગોકુળ મથુરા થઈ બદરીનારાયણ, અયોધ્યા, કાશી, પ્રયાગ, ગયા, ગજન્નાથપુરી, રામેશ્વર એમ સકળ તીર્થનાં દર્શન કરી ઘરે પાછા આવ્યા. જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતનાં દર્શને ગયા અને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી અને રામ મંત્ર આપ્યો. ભગતે વીરપુરમાં પત્ની વીરબાઈ સાથે સદાવ્રત ચાલુ કર્યું હતું અને રામનું નામ લઈ ભૂખ્યાવે ટુકડો આપવાનું કામ શરૂ કર્યું. એકવાર જલારામે ગુરુને કહ્યું કે, મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માંગુ છું. ગુરુએ આજ્ઞા આપી અને કહ્યું,
‘સૌને સરસ કહેવું, આપ નીરસ થવું,
આપ આધીન થઈ દાન દેવું.
મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી,
દાતા ભોક્તા હરિ એમ રહેવું.’
અને આમ, ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને સંકલ્પશક્તિને કારણે સંવત 1876ના મહા સુદ બીજના રોજ સદાવ્રતની શરૂઆત થઈ.
પીરપુરમાં જલારામ ભગતને મળેવી લાલજીની મૂર્તિ, પ્રગટ થયેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરીને નાનકડા આશ્રમ જેવું બનાવ્યું. સદાવ્રત ચલાવતાં એકવાર દાણાપાણી ખૂટતાં પીરબાઈએ પોતાના ઘરેણાં વેચી નાખ્યાં. અને સાધુઓનો રોટલા ખવડાવ્યા. પણ એનો જલારામ બાપા કે વીરબાઈને કોઈ રંજ નહોતો. જલારામ બાપા પ્રાણીમાત્રમાં રામનાં દર્શન કરતા અને એમની સેવા કાજે સદા તત્પર રહેતા. તેઓ નિસ્પૃહી હતા.
જલારામ બાપાના આશ્રમમાં એકવાર ભગવાન પોતે તેમની પરીક્ષા લેના આવ્યા અને પીરબાઈમાંની માંગણી કરી. બારાએ ખુશી ખુશી સાધુની સેવા કરવા પોતાની પત્નીને અર્પણ કર્યાં. પરંતુ માત્ર પરીક્ષા કરવા ખાતર આવેલા ઈશ્વરે, વીરબાઈમાને ઝોળી-ધોકો દઈને જતા રહ્યા. અને તે દિવસથી ઈશ્વરે આપેલો ઝોળી અને ધોકો મંદિરમાં પૂજાય છે.
જલારામ બાપાના મંદિરમાં ઊંચ, નીચ, ધર્મ કે જાતિના ભેદભાવ વગર દરેકને પ્રસાદ લેવાની છૂટ છે. જલારામ બાપા નીચા ઘાટના હતા, નહિ દૂબળા કે નહિ જાડા. ગોઠણ સુધીનું અંગરખું કે ટૂંકી પોતડી પહેરતા, માથે મોટી પાઘડી બાંધતા. એક હાથમાં લાકડી રાખતા અને આખો દિવસ માળા ફેરવતાં રામનું નામ લેતા. જલારામ બાપાને ભજન કરતાં કરતાં સંવત 1937ને મહા વદ દશમને 81માં વરસે વૈકુંઠવાસ કર્યો. એમ કહેવાય છે કે –
જલારામ બાપાના ભંડાર અખૂટ છે.
તેમનું નામ અમર છે, કીર્કિ અખંડ છે.
પૂજ્ય રણછોડદાસજી મહારાજના શબ્દોમાં કહું તો
‘પરદુ:ખ દેખે દવે હિય,
સંતન સૌ અતિ પ્રીત,
ભૂખે કો ટૂકડી મિલે,
બના, જલા કી રીત.
જય જલારામ,
જય જલિયાણ.
વીરપુર એ જલારામબાપાની તીર્થભૂમિ છે. અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી જૂનાગઢ જતાં વચ્ચે વીરપુર સ્ટેશન આવે છે. વીરપુર જવા માટે બસો પણ મળે છે અને જૂનાગઢ જતી ખાનગી બસો પણ વીરપુર ઊભી રહે છે. સ્ટેશનથી ઊતરી ગામ તરફ માત્ર 10 મિનિટ પણ ન ચાલીએ ત્યાં ‘જલારામ અતિથિગૃહ’ નામની ધર્મશાળા દેખાય છે. જેમાં 100 ઉપરાંત ઓરડીઓ છે. એ ઉપરાંત ગાદલાં, વાસણ, ઘોડિયાં દરેક વસ્તુઓ મળી રહે છે. આ સિવાય પણ અન્ય લોજિંગ-બોર્ડિંગ હાઉસ નજીકમાં આવેલાં છે. જલારામ બાપાના મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે, એમાં મફત જમવાનું હોય છે. એમાં આપણી ઈચ્છાનુસાર ભેટ મૂકી દઈએ તો ચાલે છે. જલારામ બાપાની બાધા રાખ્યાથી ઘણાનાં કાર્યો સરળ બન્યાં છે. આમ જલારામ બાપાનું આ વિશાળ મંદિર શાંતિ, સંતોષ અને ત્યાગથી અનુભૂતિ કરાવે છે.
0 comments:
Post a Comment