(સાદર ઋણસ્વીકાર : ‘પર્યાવરણ સેતુ’માંથી)
ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનનું આયોજન સાબરમતી નદીના પશ્ચિમકાંઠે 168 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે. ગીર ફાઉન્ડેશન પ્રકૃતિ શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેસ સ્વાયત્તા સંસ્થા છે. ઈન્દ્રોડા પાર્ક ખાતે વિદ્યાર્થીઓ, ખેડૂતો, શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેલા લોકોને રસ પડે તે માટે કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
વૃક્ષ ઉદ્યાન : ગુજરાતમાં આશરે 327 જાતનાં વૃક્ષો જોવા મળે છે. તે પૈકીમાં 250 વૃક્ષોની જાતો આ વૃક્ષ ઉદ્યાનમાં વૈજ્ઞાનિક રીતના વર્ગીકરણ મુજબ ઉછેરવામાં આવી છે.
ઔષધિય વનસ્પતિ વિભાગ : પૌરાણિક કાળથી આપણો દેશ વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ કરવા માટે જાણીતો છે. વનસ્પતિની જાણકારી અને તેનો ઔષધિય ઉપયોગ એ બંને બાબતોનો સમાવેશ વારસાને જીવંત રાખવા માટે અંગુલિનિર્દેશ કરતો અવિસ્મરણીય અને ઉપયોગી વિભાગ છે. આ વિભાગમાં હાલમાં 201 જેટલી ઔષધિય વનસ્પતિ ઉછેરવામાં આવી છે.
કેકટસ હાઉસ : વનસ્પતિ જગતમાં કેકટસનું સૌથી અનોખું આકર્ષણ છે. ઇન્દ્રોડાપાર્કનું કેકટસ હાઉસ આવા 300 જાતના કેકટસ ધરાવે છે. કેકટસમાં આવતાં ફૂલોનું અનેરું આકર્ષણ છે.
ડાયનાસોર પાર્ક : આજથી કરોડો વર્ષ પહેલાં પૃથ્વી ઉપર મહાકાય પ્રાણીઓ જીવતાં હતાં આ યુગનાં પ્રાણીઓનો મહાવિનાશ થયો હતો. તેના જીવાશ્મીઓ ગુજરાતમાં બાલાશિનોર અને કચ્છમાં જોવા મળે છે. આ યુગનાં આઠ જેટલાં પ્રાણીઓ અને પક્ષીઓનું તેના કદ અને આકૃતિ પ્રમાણે એક ડાયનાસોર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આ પાર્ક જુદા-જુદા યુગને ત્રણ વિભાગમાં દર્શાવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં એક વિભાગ તૈયાર થયો છે.
પર્યાવરણની પ્રવૃત્તિ માટે કલરવ મંચની સ્થાપના પણ ઈન્દ્રોડા પાર્કમાં કરવામાં આવી છે. આમ, આ પાર્ક મનોરંજન ઉપરાંત શિક્ષણ અને સંશોધન માટેની તકો પૂરી પાડે છે. ઈકો કલબના શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ઇન્દ્રોડા પાર્કનું મુલાકાત લેવા માટે આમંત્રણ છે.
0 comments:
Post a Comment