ગાંધીજી પાસેથી મળેલી ઉત્તમ શીખ


- વિજયાલક્ષ્મી પંડિત

(સાદર ઋણસ્વીકાર : અખંડ આનંદમાંથી)

તો, રજૂ કરીએ સ્વ. શ્રી વિજ્યાલક્ષ્મી પંડિતના શબ્દોમાં :
જો કોઈ વાર મને કોઈ પાસેથી ઉત્તમ શિખામણ મળી હોય તો તે હતી દુનિયાની મહાન વિભૂતિમાંના એક એવા મહાત્માં ગાંધી પાસેથી, એક દાયકા પહેલાં.

ઘણા લોકો તન અને મનના દુ:ખમાંથી પસાર થાય છે કે જ્યારે માનવતા વિષેની તેમની માન્યતા છેકે તળિયે બેસી ગઈ હોય. હું આવા સમયમાંથી પસાર થઈ રહી હતી કારણ કે તાજેતરમાં મારા પતિનું નિધન થયું હતું. આ ખોટ પછી મને જાણવા મળ્યું કે ભારતીય કાયદાની દ્રષ્ટિએ મારું પોતીકું કોઈ અસ્તિત્વ ન હતું. બીજી ભારતીય સ્ત્રીઓની જેમ વર્ષો સુધી મેં પણ પુરુષો સાથે રહીને ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો- જ્યાં સુધી આઝાદી મળી ત્યાં સુધી. છતાં અમે સ્ત્રીઓની ઓળખ અમારા પુરુષો સાથેના સંબંધોથી કાયદાની રીતે થતી હતી.

હવે તો પુત્રો વિનાની વિધવા હોવાને લીધે અમારા કુટુંબની સંપત્તિમાંથી મને ભાગ મળે તેમ ન હતો, મારી બે પુત્રીઓને પણ નહીં. મને ઘણું મનદુ:ખ થયું. અને આ પુરાણા કાયદાને ટેકો આપનાર મારા કુટુંબના સભ્યો તરફ મારામાં કડવાશ ઊભરાઈ આવી. આવા સમયે મારે એક પરિષદમાં હાજરી આપવા અમેરિકા જવાનું હોવાથી પ્રણામ સાથે ગુડ બાય કહેવા મહાત્માં ગાંધી કને ગઈ. અમારી વાત પછી ગાંધીજીએ પૃચ્છા કરી કે મેં મારાં સગાં સાથે શાંતિવાર્તા બનાવી છે કે નહીં. મારી વિરુદ્ધ કંઈક કહે એ જાણીને મને નવાઈ લાગી. મેં જવાબ આપ્યો, હું કોઈની સાથે લડી નથી. પરંતુ, પુરાણા કાયદાઓનો આશરો લઈને મને ઉતારી પાડવા જેઓ માંગે છે તેમની સાથે મારે કંઈ લેવાદેવા નથી.
એક ક્ષણ માટે ગાંધીજીએ બારીની બહાર જોયું પછી મારી તરફ ફર્યા, હસ્યા અને બોલ્યા, તારે તેમને ગુડબાય કહેવા જવું જોઈએ, કહેવું જોઈએ કે તારે અમેરિકા જવાનું હોવાથી શુભેચ્છાઓ માટે મળવા આવી છું. કારણ કે વિવેક તેમજ શિષ્ટાચાર તેમ કરવા કહે છે. વળી આપણે આવી બાબતોને મહત્તા આપીએ છીએ. મેં કહ્યું, નહીં. તમને ખુશ કરવા પણ નહીં. જેઓ મને ઈજા પહોંચાડવાનું કાર્ય કરે છે તેમને નહીં મળું. તો ગાંધીજીએ હજુ હસતાં હસતાં કહ્યું, તમારી પોતાની જાત સિવાય તમને કોઈ ઈજા પહોંચાડી શકે નહીં. જો તું ચેક કરતો જણાશે કે તારા હૃદયમાં પૂરતી કડવાશ ભરી છે જે તને નુકસાન કે ઈજા કરી શકે. અને, હું એ જોઈ રહ્યો છું. હું મૌન રહી. વળી ગાંધીજીએ કહ્યું, તું નવા દેશમાં જઈ રહી છે કારણ કે તું દુ:ખી છે અને છટકવા માંગે છે. શું તું તારી જાતમાંથી છટકી શકશે ? Can you escape from yourself ? જ્યારે તારા હૃદયમાં કડવાશ ભરી છે તો તને બહાર સુખ પ્રાપ્ત થઈ શકશે ? ફરી વિચાર કરી જો. થોડીક નમ્ર બન. તેં તારો પતિ ગુમાવ્યો છે. અને એ દુ:ખ જ પૂરતું છે. શું તું તારી જાત ઉપર વધુ ઈજા પહોંચાડવા માંગે છે. કારણ કે હૃદયને શુદ્ધ કરમા માટે તારી પાસે હિંમત નથી ?”
ગાંધીજીના શબ્દો મારા મનનો પીછો છોડતા ન હતા. મને કોઈ શાંતિ મળી નહીં. પરંતુ, મારી જાત સાથે ઘણી મથામણ પછી, મેં મારા સ્વર્ગસ્થ પતિના ભાઈને ટેલિફોન કર્યો કે હું તેમને તેમજ કુટુંબને મળવા આવી રહી છું, કારણ કે મારે અમેરિકા જતાં પહેલાં તેમને મળવું હતું. હું એમને મળવા ગઈ. અને પાંચ જ મિનિટ નથી થઈ અને મને લાગ્યું કે જાણે દરેકના ચહેરા પર રાહતની લાગણી દેખાઈ રહી હતી. મેં તેમને બધાંને મારી યોજના વિષે જણાવ્યું અને શુભેચ્છાઓની માગણી કરી. અને, આની જાદુઈ અસર થઈ. મને લાગ્યું જાણે મારા મન ઉપરથી મોટો બોજ હટી ગયો છે અને મને ઘણી રાહત થઈ.

આ નાનકડી ચેષ્ટાથી પછી મારામાં ઘણો બદલાવ આવ્યો. આ બન્યા પછીનાં દોઢ વર્ષ બાદ હું યુનો ખાતે ન્યૂયોર્કમાં ભારતીય પ્રતિનિધિમંડળની લીડર હતી. અને સાઉથ આફ્રિકામાં ભારતીય વંશના લોકોને કનડગત બાબતે તે દેશ સામે ભારતની ફરિયાદ હતી. ચર્ચાઓ વખતે વાદવિવાદ થતા હતા અને ભારત તેમજ દક્ષિણ આફ્રિકાના ડેલિગેશનના નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થતી હતી. અને ઘણી વાર અંગત આક્ષેપો પણ થતા હતા, તે વખતે મને ગાંધીજી યાદ આવ્યા. મને મનમાં થયું, શું તે માન્ય રાખે કે ? સ્વમાન ગુમાવીને લડવાની નવી રીતો અજમાવીને જો ઠરાવ આપણી તરફેણમાં પાસ કરાવીશું તો શું તે યોગ્ય હશે ? રાત્રે સૂવા જતી વખતે મેં મનમાં નક્કી કર્યું કે હવે શબ્દો હળવા વાપરીશું. અને પછી અમે ચર્ચા જ્યાંથી શરૂ થયેલ ત્યાં લાવ્યા તથા અંગત શાબ્દિક હુમલા કરવાનું બંધ કર્યું. સામેવાળા ડેલિગેશનના સભ્યો અમને મળ્યા અને વિષયની યોગ્યતા ઉપર ચર્ચા કરવાનું ગોઠવ્યું. કિમિટીરૂમ છોડતાં પહેલાં હું સામેના નેતાને મળી અને કહ્યું, ચર્ચામાં મારે લીધે જો તમને કંઈ દુખ થયું હોય તો મને માફ કરશો. તો તેમણે મારી સાથે આનંદી શેક હેન્ડ કરી અને કહ્યું, ના, મારે કોઈ ફરિયાદ નથી. મારી જાત સાથે મેં આનંદની લાગણી મહેસૂસ કરી અને લાગ્યું જાણે ગાંધીજીએ ફરીથી મારી જાતથી બચાવી.

અરે ! નાની નાની બાબતોમાં પણ ગાંધીજીના શબ્દોએ મને મારા પોતાના તનાવમાંથી મુક્ત થવા માટે અઢળક મદદ કરી છે. તાજેતરમાં, યુનાઈટેડ કિંગડમ (U.K.)માં ભારતના હાઈ કમિશનર તરીકે મેં એક ડિનર પાર્ટીનું મારે ત્યાં આયોજન કરેલ. ગ્રેટ બ્રિટનનના વડા પ્રધાન તેમજ લેડી એડન તેમજ બીજા મહેમાનો પધારેલ. તે વખતે ડ્રિન્કના બે રાઉન્ડ તો થઈ ગયેલા છતાં બટલર તેમજ હાઉસકિપર ડિનર ગોઠવતા ન હતા. ત્રીજું રાઉન્ડ પણ ડ્રિન્કસનું પૂરું થયું. હું નીચે કિચનમાં ગઈ તો મારો રસોઈયો ટેબલ પાસે બેઠો હતો. તેની આંખો લાલ હતી અને જાણે કે તે બીજી દુનિયામાં હતો. ઘણો પીધેલ જણાયો. તે કહેતો હતો કે ડિનર તૈયાર છે. હાઉસકિપર તેમજ કિચનમાં કામ કરતી બાળા ગભરાઈ ગયેલ હતાં. કૂક બોલ્યા કરતો હતો, “Madame All ready Everybody Sit down, Sit down. હું ક્રોધાયમાન થઈ ગઈ. મને થયું કે એને કહી દઉં કે ગ્રેટ આઉટ, યૂ આર ડિસ્મિસ્ડ. પરંતુ, મને મહાત્માજીની સલાહ યાદ આવી ગઈ કે જો હું પિત્તો ગુમાવીશ તો તે મને પોતાને જ દુ:ખ પહોચાડશે. મેં કહ્યું, ચાલો ડિનર ગોઠવો. બધાં આવી જાઓ. વળી, ડિનર, આપેલ મેનુકાર્ડ પ્રમાણે ન હતું. મેં જ્યારે બધાંને શું બન્યું હતું તેની જાણ કરી ત્યારે બધાં હસી પડ્યાં અને કહેવા લાગ્યાં, તમારો કૂક જ્યારે પીધેલ હોય ત્યારે આવું ભોજન બનાવે છે. તો જ્યારે હોશ (Sober)માં હોય ત્યારે કેવું બનાવતો હશે ? બધાં ફરીથી ખડખડાટ, મુક્તપણે હસી પડ્યાં. મેં બાજી સંભાળી લીધી. મને ત્યારે લાગ્યું કે ડિનર પાર્ટી ગમે તેટલી અગત્યની હોય પરંતુ, તે આપણા અસ્તિત્વની ધરી તો ન જ હોઈ શકે.
પોતાની જાતનું યથાદર્શન જાળવી રાખવા માટે હૃદયને ઘૃણા તેમજ તિરસ્કારની વૃત્તિથી મુક્ત રાખવું જરૂરી છે. આપણું કાર્ય ભલે ગમે તે હોય, પરંતુ, આપણે દરેકને માટે ગાંધીજીની શિખામણ અમૂલ્ય છે અને એ છે-“No one can harm you but yourself” તમને ક્રોધ ઇજા પહોંચાડી શકે નહીં-સિવાય કે તમે પોતે. કેટલી અને કેવી અદભૂત શીખ !
પ્રાર્થના વિના સખ ન વળે

પ્રાર્થના વગર હું કશું કરતો નથી. મનુષ્ય નબળાઈઓથી ભરેલો જીવ છે. પોતાના કાર્યોને વિશે નિર્ભાંત બનવું એને સારું કઠણ છે. જેને તે પ્રાર્થનાના ઉત્તર તરીકે માને તે ઘણી વાર તેના અહંકારનો પડઘો પણ હોય. અભ્રાંત માર્ગદર્શનને સારું જેને પાપ વળગી જ ન શકે એવું સંપૂર્ણ હૃદય જોઈએ. હું આવી નિર્દોષતાનો દાવો કેમ કરું ? હું તો એક પડતો આખડતો મથતોભૂલતો અને ફરી ફરી પ્રયત્ન કરતો અપૂર્ણ જીવ રહ્યો. પણ ઘણા આધ્યાત્મિક પ્રસંગોમાં, વકીલાતના પ્રસંગોમાં, સંસ્થાઓ ચલાવવામાં, રાજ્ય પ્રકરણમાં હું કહી કશું છું કે મને ઈશ્વરે બચાવ્યો છે. જ્યરે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ હેઠા પડે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી મદદ આવીને પડે છે એમ મેં અનુભવ્યું છે. પ્રાર્થનાએ તો મારી જિંદગી બચાવી છે. પ્રાર્થના વિના હું કે દિવસનો ગાંડો જ થઈ ગયો હતો. મારી આત્મકથામાંથી તમે જાશો કે મને કડવામાં કડવા જાહેર તેમ જ અંગત અનુભવો ઠીક પ્રમાણમાં થયા છે, એ અનુભવો થોડી વાર તો મને નિરાશામાં નાખી દેતા, તેમાંથી હું તર્યો તો તે એકમાત્ર પ્રાર્થનાને લીધે જ. હવે હું તમને જણાવું કે સત્ય જે અર્થમાં મારાં હાડમાંસનું તત્વ છે તે અર્થમાં પ્રાર્થના નથી. તે તો આત્યંતિક આવશ્યકતામાંથી મને લાધી છે. હું એવી હાલતમાં આવી પડતો કે પ્રાર્થના વિના મને સખ જ ન વળે. અને ઈશ્વરમાં મારી શ્રદ્ધા વધતી ગઈ તેમ તેમ પ્રાર્થનાની મારી ભૂખ પણ વધતી ગઈ.

(સંકલિત)
-ગાંધીજી

0 comments: