ચાહવું એટલે...


-એઝીઝ ટંકારવી

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

ચલ ભાગ જે.ડી., વહાં જાનવરો કે ફોટું લેકર ક્યા કર રહા હૈ?” “તું ગાડી પર પહોંચ,, મૈં આયા.
અબે ચલ, અભી ટોલા આયા તો...!”
સાથી પત્રકારો-ફોટોગ્રાફરોની ઉતાવળને ગણકાર્યા વગર જે.ડી. ઝાડ પાસે ટોળે વળલી ગાયો, બકરીઓ, કૂતરા, બિલાડી, મરઘાંનો ફોટો લેવામાં મશગૂલ રહ્યો. થોડી વાર પહેલાં જ એના સાથીઓ સાથે બળતા ઘરોના ધૂમાડાના ગોટેગોટા વચ્ચે જઈને એણે પણ બળી ચૂકેલા માનવદેહને કેમેરાનાં કંડાર્યા હતા. પાછો વળ્યો ત્યારે ય આંખો બળતી હતી, શ્વાસ રૂંધાતો હતો, એટલે તો એ ઝટપટ સૌથી પહેલો બહાર નીકળી ગયો હતો. બહાર આવતાં જ એની બાજ નજર રસ્તાથી દૂર ઝાડ નીચે એકઠાં થયેલાં જાનવરોમાં ટોળાં પર ગઈ.

ને ફટાફટ ફોટા ખેંચવા માંડ્યો.

અરે ચલ, તુજે ટોલે કી આવાઝ નહીં સુનાઈ દેતી? સબ કો મરવાના હૈ ક્યા ?”
એ લગભગ દોડતો ગાડી પર પહોંચ્યો. ગાડી સ્ટાર્ટ થઈ. એણે બાજુમાં બેઠેલા ફોટોગ્રાફરને કહ્યું : આપ લોગોને જલ્દબાજીમેં ધ્યાન હી નહીં દિયા ! મૈં તો આજ ફ્રન્ટ પેજ કે લીએ યેહી ફોટુ દુંગા !
જે.ડી.ની વાત પર હાસ્યનો ફુવારો ઊડ્યો.

-કલ કે સબ અખબારોમેં જલતે ઘર, જલે હુએ લોગો કે ફોટુ હોગા ઔર તું...

-યહી તો મેં દિખાના ચાહતા હું ! શહરમેં ઈન્સાન એક-દુસરે કે ખૂન કે પ્યાસે હો ગએ હૈ, ઉસ વકત યે જાનવર ઈકઠ્ઠે હોકર...!
કયા આઈડિયા નિકાલા જે.ડી. હમેં ભી એક ફોટુ દેના.

પત્રકારોની ગાડી દક્ષિણ દિશા તરફ રવાના થઈ, એ જ વેળા ઉત્તર તરફથી હાથમાં લોકડીઓ, ધારિયાં, પાઈપો સાથેનું ટોળું, ત્રણસો જેટલા યુવાનોનું, ચિચિયારીઓ પાડતું જુદી જુદી ગલીઓમાં આઠ-દસ-દસના સમૂહમાં પ્રવેશ્યું.

એ સમયે એ બધાંથી અલગ એવા બે યુવાનો એક ગલીમાં છેક છેવાડાના ઘર તરફ જઈ રહ્યા હતાં.

એમાનાં એકના પગમાં અસાધારણ ઝડપ હતી. એને અનુસરતા બીજા યુવાને કહ્યું પણ ખરું : કેમ, પેલી માંજરી આંખોવાળીને મળવાની બહુ ઉતાવળ છે ?
પ્રથમ યુવાને એ જ ઝડપે ચાલતાં કહ્યું : જો અત્યારે મજાક કરવાનો સમય નથી. મોંડા પડ્યાને તો સઘળી બાજી ધૂળમાં મળી જશે.

મિત્રની વાત સાચી હતી.

એને છેલ્લા દોઢ-બે મહિનાથી આવા કોઈક દિવસની તો ઈંતેજારી હતી. એની બારીએ ઊભેલો ત્યારે ગાડીમાંથી ઊતરતી દુલ્હન જેવી શોભતી એ છોકરીનો નકાબ ખસી જતાં પ્રથમ વાર જે ચહેરો જોયેલો એ જાદું હજી ઊતર્યો જ ક્યાં છે ? બસ, પછી તો રોજનો ક્રમ થઈ ગયો. ઘરમાં હરતાં-ફરતાં દિવસમાં દસ વાર એની નજર દૂરથી એ અગાશી તરફ ડોકાતી રહે.

-ને એક દિવસ ચાર આંખો એક થઈ ગઈ. પ્રકાશને ત્યારે લાગેલું : હવે પાસાં પોબાર પડવાનાં. એ બરફની જેમ ઠરી ગયો. ઘણું મન થતું કે, ખડકીઓ વળોટીને છેક છેવાડાના ઘરના આંગણે પહોંચી જાય, પણ સહેજ ગફલત વાતનું વતેસર કરે તો મારી સાથે એ બિચારી પણ...!
પ્રકાશ, આખી ખડકી ખાલી થઈ ગઈ છે. ફેરો ફોગટ તો નહીં જાયને ?”
સંજય નખરાં ન કર. માંડ મોકો હાથ લાગ્યો છે, બસ ઝડપ કર.
એક સાથે બે પગિથયાં ચઢતો એ ઉપર ચઢ્યો. બીજા માળે ઠેઠ રસોડા સુધી આંટો મારી આવ્યો. ઘરની વચ્ચે પડેલા ચશ્માનું નાનકડું બોક્સ એના પગમાં અટવાતાં એણે જોરથી લાત મારી.

-સંજય, આપણે મોડા પડ્યાં. લોકો સાથે એ પણ અગમચેતી વાપરી પાછલો વંડો ઠેકીને એમના મહોલ્લાઓ તરફ ચાલી ગઈ...!
-હું અહીં ઊભો છું. તું ઠેઠ ઉપર અગાસીવાળી ઓરડી ચેક કરી લે.

એ દાદર ચઢ્યો.

ખૂણામાં આકૃતિ જોતાં જ એને ટાઢક થઈ.

હા, એ જ હાથ ઊંચા કરી, પ્રાર્થના કરી રહી છે.

સંચાર થતાં પેલી આકૃતિની નજર આવનાર વ્યક્તિ તરફ ગઈ, ને એ જાનમાઝ હાથમાં પકડી ઊભી ઝઈ ગઈ.

દેખો મેં...મેં... એના શબ્દો વેરાઈ ગયાં.
તે મને ઓળખ્યો ને ! હું પેલી સામેની શેરીમાં રહું છું તે. તને કંઈ નહીં થાય, તું બેફિકર રહેજે.”   ને પ્રકાશે એના હાથને પોતાના હાથમાં લેવા પ્રયત્ન કર્યો. એ બે ડગલાં પાછળ ખસી ગઈ.

દેખો, મેં એક પાક દામન લડકી હું. મહેરબાની કર કે મુજે...
તું ભૂલ ગઈ. દિનમે એક-દો બાર તો હમ એક-દુસરે કો દૂર સે દેખતે રહતે હૈ!”
હા, વો બાત સહી હૈ લેકિન...” “જો, તારે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. હું સમજુ છું. તું પ્રેમનો એકરાર કરતાં ગભરાઈ રહી છે.
નહીં, નહીં... મેં...મેં... બોલતાં એ રીતસર ધ્રૂજવા માંડી.

પ્રકાશ તેની વધુ નજીક સર્યો. ધીમેથી એનો હાથ હાથમાં લઈ, પસવારવા માંડ્યો.

કયા નામ તેરા?”
રૂબીના.
બડા અચ્છા નામ હૈ
હજી એ આગળ બોલે તે પહેલાં નીચેથી સંજયે અવાજ દીધો.

પ્રકાશ, હું દાદર પાસે ઊભો છું. ઝડપ કર, ક્યાંક...
નીચેથી આવેલા અવાજ તરફ પ્રકાશનું ધ્યાન જતાં હાથ ખેંચી એ રીતસર ડૂસકે ડૂસકે રડી પડી.

જો રૂબીના, હું જાણું છું કે, તું મને ચાહે છે, પછી...
આપકો ગલતફહમી  હુઈ હૈ..., મેં...
અગાશી પર તું આવી હોય ત્યારે તારી આંખો અનેક વાર મારા ઘરની બારી પર સ્થિર થયેલી મેં છાનીમાની પણ જોઈ છે, જ્યારે આજે તો આપણે રૂબરૂ મળ્યાં છીએ... ત્યારે...!”
આપ કી બાત સહી હૈ, લેકિન મૈં...
તો ફીર ગભરાતી ક્યું હૈ ? પ્યારકા ઈઝહાર કયોં નહીં કરતી ?”
કરતી હું, લેકિન પ્યાર પ્યારમેં ફર્ક હૈ, આપ કા ચહેરા મેરે ભાઈ કે ચહેરે જૈસા હૈ, જો પીસલે ફસાદાતમેં... બેવજહ મારા ગયા. એક હી ભાઈ થા મેરા...એકી શ્વાસે બોલી ગઈ.

જમણા હાથે બાંધેલી કપડાંની પટ્ટીથી પ્રકાશે હોઠની આસપાસનો; કપાળનો પરસેવો લૂછ્યો. એનો ચહેરો; આંખો લાલઘૂમ થઈ ગઈ.

રૂબીનાને વાળમાંથી મજબૂત પકડી, ભીંત સાથે અફાડવા ઘસડી.

જુઠ બોલકે મુઝે ઉલ્લુ બનાતી હૈ.”
અલ્લાહ કમસ; મૈં સચ બોલ રહી હું.
પ્રકાશે નીચલો હોઠ ઉપરનાં દાંતો નીચે દબાવતાં આંખો ખેંચી ચૂપ રહેવા ઈશારો કરતાં કહ્યું,

તારી વાત હું માનું કઈ રીતે ? બચને કે લિયે તું જુઠ બોલતી હૈ.
મેરે બાલ છોડ દો. આપ કો મેરે ભાઈ કા ફોટું દીખાઉં. વો દેખને કે બાદ અગર મેરી બાત આપ કો જુઠ લગે તો આપકી જો મરજીમેં આએ કરો, મૈં એક લબ્ઝ નહીં બોલુંગી.
દાદર પાસે સાંભળી રહેલા સંજયનો પિત્તો ગયો.

પ્રકાશ, ચપ્પુ કાઢ ખિસ્સામાંથી. એ એમ નહીં માને, તું નકામો વખત બગાડયા વગર...
પ્રકાશે રૂબીનાની શરત મંજૂર કરી હોય તેમ તેના વાળની પકડ ઢીલી કરી.

ફોટો શોધવાના બહાને આત્મહત્યા કે બીજી કોઈ કોશિશ કરી છે, તો તારી ખૈર નથી.
ધ્રૂજતા પગે રૂબીના મેજ પર પડેલી બેગ તરફ ધસી.

બેગ ખોલી. કપડાંની ગડી નીચે મૂકેલો ફોટો ખેંચી પ્રકાશ સામે ધર્યો.

પ્રકાશે ફોટો હાથમાં લઈ, એકીટશે જોયો, જોયા જ કર્યો. ઘડીભર તો એને થયું, મારા આલબમમાં પડેલો આ ફોટો અહીંયાં ? એના ચહેરાના બદલાયેલા હાવભાવ જોઈ રૂબીનામાં હિંમત આવી : અબ તો આપકો યકીન હો ગયા ના કી મેં આપકો બાર બાર ક્યોં દેખ રહી થી !
ને એ ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ધડધડાટ કરતો સંજય ઉપર ચઢી ગયો.

પ્રકાશના હાથમાંના ફોટાને ખેંચી લઈ ખૂણામાં ઘા કર્યો.

તું ય આની વાતમાં આવી ગયો ?” ને રૂબીનાને રીતસર બાથમાં લેવા સંજય એના તરફ ધસ્યો.

સંજય, એને હાથ ન અડાડતો.
નહીં છોડું એને. તારાથી ન જોવાતું હોય તો તું નીચે ઊતરી પડ. આજે માંડ... ને એણે ખિસ્સામાંનું ચપ્પુ કાઢી રૂબીના સામે ધરી દીધું.

સં...જ...ય જોરથી બરાડતાં પ્રકાશે પણ સંજય સામે ચપ્પુ ધર્યું.

પાગલ થઈ ગયો છે કે શું ? યે તેરી કયા લગતી હૈ ?” કહેતાં એણે પ્રકાશના ચપ્પુવાળા હાથ પર જોરથી હાથ માર્યો. ચપ્પુ અગાશી તરફના બારણાની દીવાલ સાથે અથડાયું. એ અવાજથી દીવાલની જાળીમાં બેઠેલું કબૂતર ફરરર કરતું ઊડી ગયું.

0 comments: